• Breaking News

    Panipat 2019 full hd print 720p updated, Malang 2020 hd print updated, Chhichhore 2019 1080p updated.

    Search Movies

    Sunday, 29 January 2017

    Money Saving Short Story In Gujarati, Paisa kai rite bachava gujarati ma sambhdo

    Money Saving Short Story In Gujarati, Paisa kai rite bachava gujarati ma sambhdo



    👴વાણીયા: કેમ, તમે કંઇ બચત નથી કરી ?

    👱પટેલ: ના ભાઇ ના, એવી કંઇ બચત નથી કરી. બધુ દિકરાઓને આપી દીધુ હવે દિકરાઓ સાચવશે.

    👴વાણીયા: પણ માની લો કે દિકરા ન સાચવે અને મોટી બીમારીમાં ખર્ચ ઉપાડવાની ના પાડી દે તો ?

    👱પટેલ : એવુ ના બને , અને જો થાય તો પછી ટુટીંયુ વાળીને પડ્યા રહીએ. નસીબમાં હોય એમ થાય.

    👴 વાણીયા : બાપા, નસિબ તો આપડે જેવુ લખવુ હોય એવુ લખી શકાય. મને અને મારા પત્નિને મારો દિકરો અને દિકરાની વહુ ખુબ સાચવે છે એ મારા સારા નસિબને કારણે નહી મારા નાણાકિય આયોજનના કારણે.

    👱પટેલ:  લે એ કેવી રીતે ?

    👴 વાણીયા: જુઓ સાંભળો , મને 18 વર્ષની ઉંમરે નોકરી મળેલી. સરકારમાં આરોગ્ય ખાતામાં લાગ્યો અને પહેલો પગાર 75 રૂપિયા મળ્યો.

    ☝પહેલો પગાર લઇને મારા પિતાજીના હાથમાં આપ્યો ત્યારે પિતાજીએ મને પુછેલુ કે બેટા તને 75/-ને બદલે 65/- રૂપિયામાં નોકરી મળી હોતતો તું એ નોકરી સ્વિકારત કે નહી?

    👴મેં હા પાડી એટલે એમણે કહ્યુ બસ આજથી એમ માની લે કે તારો પગાર 10% ઓછો છે અને આજીવન 10%ઓછો જ રહેવાનો છે એ 10% રકમ તારે તને ગમતી જગ્યાઅે ખાતુ ખોલાવીને એમાં જમાં કરાવવા ની અને એમાંથી ક્યારેય કંઇ ઉપાડ કરવાનો જ નહી.
    તને ગમતી જગ્યાઅે ખાત માં રકમ ભરીને પછી ભુલી જ જવાનુ કે મારી કોઇ રકમ ખાતા માં છે.

    👱પટેલ :પણ આટલી નાની રકમ જમા કરાવો તો એનાથી શું ફેર પડે ?

    👴 વાણીયા: મારા ભાઇ, આ નાની બચતથી લાંબાગાળે બહુ જ મોટો ફેર પડે.મેં મહીને માત્ર 10/- રૂપિયા ની બચત થી શરૂઆત કરેલી અને જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ મારો પગાર પણ વધતો ગયો એટલે 10% લેખે થતી બચત ની રકમ પણ વધતી ગઇ.મેં 35વર્ષ નોકરી કરી અને આ દરમિયાન કરેલી બચતની રકમ અત્યારે વ્યાજ સહીત 96 લાખ રૂપિયા છે.

    ☝આ 96 લાખનું મને દર મહીને 60000/- વ્યાજ મળે છે .જેમાંથી 30000/- મારો પૌત્ર જે 3 વર્ષનો છે તેના નામનું મને ગમતી જગ્યાઅે ખાતુ
    ખોલાવી ને તેમાં જમાં કરાવું છુ અને બાકીના 30000/- દર મહીને મારા દિકરાની વહુના હાથમાં આપુ છું અમને સાચવવા માટે.
    👱પટેલ: ઓહો..�આટલા બધા રૂપિયા આપો તો તો પછી તમને તમારા 👮દિકરાની વહુ 👸હથેળીમાં જ રાખે ને..? પણ તમારે વાપરવા માટે કંઇ જરૂર પડે તો તમને 👸વહુ પાછા પૈસા આપે ?

    👴 વાણીયા : વહુ પાસે માંગવા ની જરૂર જ નથી કારણકે મને દર મહીને 17000/- પેન્શન મળે છે એમાંથી જરૂર પડે તો વાપરીએ અને બાકી મહીને 2000/-ઉપાડીને મારાપૌત્રને દર રવિવારે ફરવા માટે બહાર લઇ જાવ અને એને પણ જલસા કરાવુ.

    👴પેન્શનમાંથી બાકીના જે 15000/- વધે એ ઉપાડીને તેની FD કરાવી મારી દિકરીને ભેટમાં આપુ છું .FD કરાવેલ હોવાથી એ તાત્કાલીક વાપરી પણ ન શકે..?



    👱પટેલ : 👌વાહ , તમારુ કહેવું પડે હો..?
    તમે પાક્કા વાણીયા છો...😂 ☝તમારી પાસેથી તો ઘણું શીખવા જેવુ છે. અમારે તો હવે ક્યાં લાંબુ ખેંચવાનું છે પણ આ નવી પેઢી તમે કર્યુ એમ કરે તો પાછલી જીંદગીમાં ઓશીયાળા ન રહેવુ પડે એટલુ પાક્કુ.

    મિત્રો, બચતનું મહત્વ સમજી ને આજથી જ બચત કરવાનો સંકલ્પ કરીએ અને આપણા ભવિષ્યને વધુ ઉજળુ કરીએ. આપ પણ યાદ કરશો..

    સફળ જીવન જીવવા વાણિયા બુધ્ધિ રાખો....
    સામાજીક ખોટા ખર્ચ ઘટાડીને,મોત પછીનો જમણવારનો ખર્ચ બંધ કરીને,સતનારાયણની કથા,ગંગાથાળીના ખર્ચ બંધ કરીને આપણે આપણા બાળકોના અભ્યાસ માટે બચત કરીશું તો જીવતાં ગંગા જઈ શકિસું.
        સમાજ સુધારા માટે કરકસર જરુરી
    "ત્રેવડ ત્રીજોભાઈ છે"તેની ખબર બચતની રકમ આપણા હાથમાં આવે ત્યારે ગમ પડે.

    (મિત્રો ગમ્યું હોય તો મિત્રોને કહો
    અને ખુદ બચત કરજો)

    👌👌👌👌👌👌👌👌👌

    If you want some more story. daily watch my blog. visit this link
    https://hirutusshii.blogspot.com

    No comments:

    Post a Comment